નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ બાબત તેમજ બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરની કામગીરી બાબત
વિષયઃ નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ બાબત તેમજ બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરની કામગીરી બાબત . સંદર્ભઃ ગુજરાત સરકાર , સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર ક્રમાંકઃ પરચ - ૧૦૨૦૨૦-૫૦૧ - ટ તા .૧૫.૪.૨૦૨૧ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , હાલ દેશભરમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે . આવા સંજોગોમાં સમગ્ર શિક્ષા અંતર્ગતના સ્ટેટકક્ષા , જિલ્લાકક્ષા , તાલુકાકક્ષા તેમજ કલસ્ટર કક્ષાએ કરાર આધારિત કર્મચારીઓ કામગીરી કરી કરી રહયા છે . રાજય સરકાર દ્વારા નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી જાહેર હિતમાં તા . ૧૫.૪.૨૦૨ ૧ થી તા .૩૦.૪.૨૦૨૧ સુધી સરકારી કચેરીઓ ૫૦ % સ્ટાફ સાથે ચાલુ રાખવા સબંધમાં સંદર્ભ દર્શિતપત્રથી સૂચનાઓ આપવામાં આવેલ છે . ( પત્રની નકલ આ સાથે સામેલ છે ) તે ધ્યાને લઈ તેમજ હાલ કોરોનાનું સંક્રમણનું પ્રમાણ વધેલ હોય , બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરશ્રીને તેમની ટુર ડાયરી પ્રમાણે શાળા વિઝિટ કરવામાંથી બીજી સુચના ન આપવામાં આવે ત્યાંસુધી મુકિત આપવામાં આવે છે . આ સમય દરમ્યાન સીઆરસી કો - ઓર્ડિનેટરશ્રીએ બીઆરસી ભવન ખાતે સંદર્ભ દર્શિત પરીપત્રની સૂચનાનુસાર કામગીરી કરવાની રહેશે . તેમજ જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા આપવામાં આવે તે સૂચના પ્રમાણે કામગીરી કરવાની રહેશે . તેમજ તેઓશ્રીએ પોતાના કલસ્ટરની શાળાઓનું વાર્ષિક પ્લાનીંગ , લનિંગ ઈન્ડીકેટર વાઈઝ દરેક ડેટાનું એનાલીસીસ અને તે પ્રમાણે પ્લાનીંગની કાર્યવાહી કરવાની રહેશે . આગામી સમયમાં હોમલનિંગ કાર્યક્રમને વધુ સારી રીતે કઈ રીતે અમલમાં મુકી શકાય તે માટે સમગ્ર તાલુકાનું પ્લાનીંગ કરવાનું રહેશે .
નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ બાબત તેમજ બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરની કામગીરી બાબત